ધોરાજીમાં ઓષમ પર્વત ઉપર જોવા મળ્યો ધોધનો અદભૂત નજારો, જુઓ તસવીરો
રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે ધોરાજીના પાટણવાવ ખાતે આવેલ ઓષમ પર્વત ઉપર અદભૂત નજારો જોવા મળ્યો હતો. ઓષમ પર્વત ઉપર ટપકેશ્વર મહાદેવ અને માત્રી માતાજીનું મંદિર આવેલું છે.
ઓષમ પર્વત ઉપર અદભૂત નજારો જોવા મળ્યો હતો.
1/6
રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે ધોરાજીના પાટણવાવ ખાતે આવેલ ઓષમ પર્વત ઉપર અદભૂત નજારો જોવા મળ્યો હતો. ઓષમ પર્વત ઉપર ટપકેશ્વર મહાદેવ અને માત્રી માતાજીનું મંદિર આવેલું છે. ઓષમ પર્વત ઉપર આવેલ ટપકેશ્વર ધોધ તેમજ ધોબી પાટ ધોધનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.
2/6
પાટણ વાવ ઓષમ પર્વત ઉપર કુદરતી હરિયાળી વચ્ચે નયન રમણીય ધોધ વહેતા થયા હતા. પાટણવાવ પંથક મા પડેલ ભારે વરસાદને કારણે ઓષમ ડુંગર ઉપર ટપકેશ્વર ધોધ અને ધોબી પાટ ઉપરથી નાના નાના ઝરણાં વાટે ધોધ વહેતા થતા નયન રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા.
3/6
ધોરાજીમાં વરસાદના કારણે સફુરા નદી ઓવરફ્લો થઈ હતી. સફુરા નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીના પાણી કિનારે આવેલા પંચનાથ મહાદેવ મંદિરમાં પાણી ફરી વળ્યા હતા.
4/6
રાજસ્થાનના સુન્ધા પર્વત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી સુન્ધા માતા પર્વત આસપાસના ઝરણા જીવંત થયા હતા. પર્વતના પગથિયા પર ધસમસતા પાણી વહેતા થયા હતા. રાજસ્થાનમાં વરસાદથી બનાસકાંઠાના જળાશયોમાં નીરની આવક થઇ રહી છે.
5/6
જૂનાગઢના માણાવદર તાલુકાનું નાદરખી ગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. નાદરખી ગામનો અન્ય ગામો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો. પાણી ભરાતા લોકો ટ્રેકટરનો સહારો લેવા મજબૂર બન્યા હતા. જામનગરના દરેડ નજીકનું ખોડીયાર માતાજીનું મંદિર વરસાદી પાણીમાં ગરકાવ થયું હતું. ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદ અને રંગમતી ડેમમાંથી પાણી છોડાતા મંદિરની ચારેય તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા.
6/6
બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. થરાદમાં અઢી તો વાવમાં આજના દિવસમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધાનેરા પંથકમાં પણ ફરી વરસાદની શરૂઆત થઇ હતી.
Published at : 04 Jul 2025 12:01 PM (IST)