16થી 24 ઓગસ્ટ વચ્ચે આ વિસ્તારમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
gujarati.abplive.com
Updated at:
11 Aug 2024 03:26 PM (IST)
1
Ambalal Patel Weather Alert: 16થી 24 ઓગસ્ટ વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
3
મધ્ય ગુજરાત, કચ્છ અને પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
4
વધુમાં, 11થી 24 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે.
5
24 ઓગસ્ટ બાદ કૃષિ પાકોમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ થવાની શક્યતા રહેલી છે. ખેડૂતોને સાવચેત રહેવા અને યોગ્ય પગલાં લેવા સલાહ આપવામાં આવે છે.