Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

અંબાલાલ પટેલ

1/9
Ambalal Patel weather forecast: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
2/9
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 20થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરી છે.
3/9
અંબાલાલ પટેલ અનુસાર વલસાડના કેટલાક ભાગોમાં 10 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. પોરબંદર અને દ્વારકા વિસ્તારમાં 8થી 9 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસવાની તેમણે આગાહી કરી છે.
4/9
ખંભાળિયામાં 8 ઇંચ, ભાવનગરમાં 7 ઇંચ, સુરત અને પંચમહાલમાં 6થી 8 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે.
5/9
જામનગરમાં 5 ઇંચ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 10 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે.
6/9
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 4 ઇંચ સુધી વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
7/9
રાધનપુરમાં 8 ઇંચ, વિરમગામ પાટડી દસાડામાં 7 ઇંચ વરસાદની આગાહી કરાઈ છે. લીંબડીમાં 8 ઇંચ અને સાબરકાંઠામાં 4 ઇંચ, નળસરોવર અને સૂઇગામમાં 7 ઇંચ વરસાદની આગાહી કરી છે.
8/9
આ આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
9/9
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Sponsored Links by Taboola