અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈ કરી મોટી આગાહી, ગુજરાતનું હવામાન પલટાશે

અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈ કરી મોટી આગાહી, ગુજરાતનું હવામાન પલટાશે

Continues below advertisement

અંબાલાલ પટેલ

Continues below advertisement
1/6
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદભવવાની શક્યતા છે. આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાન પલટાશે. આ ઉપરાંત 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેની અસર ગુજરાત પર થશે.
2/6
દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાના કારણે પણ ગુજરાતના હવામાન પર અસર થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. 23મી ઓક્ટોબરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે.
3/6
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે. ડિસેમ્બમાં હાડ થીજવતી ઠંડીની આગાહી તેમણે કરી છે. આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે.
4/6
વધુમાં અંબાલાલ પટેલે આ વર્ષે કાતિલ ઠંડીની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની છે.
5/6
18 ઓક્ટોબરથી મહત્તમ તાપમાન વધશે. 23 ઓક્ટોબરથી ઠંડીની અસર વર્તાશે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે.
Continues below advertisement
6/6
બંગાળના ઉપસાગમાં ચક્રવાત બનવાની શક્યતા છે. ગુજરાતનું વાતાવરણ આ ચક્રવાતના કારણે પલટાઈ શકે છે. ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો યથાવત રહેશ તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
Sponsored Links by Taboola