Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
પટેલના જણાવ્યા મુજબ, તારીખ 21 ડિસેમ્બર બાદ ગાજ સાથે ઠંડી પડવાની શક્યતા છે. આ સાથે જ સવારના ભાગમાં બર્ફીલા પવનો ફૂંકાશે. તારીખ 23 અને 24 દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. પરંતુ તારીખ 26 ડિસેમ્બર આસપાસથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. આના કારણે ગુજરાતના ભાગોમાં જાન્યુઆરી શરૂઆત સુધીમાં વાદળો આવશે અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભાગોમાં વાદળવાયું કે છાંટા પડવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાદળ વાયુ હોવા છતાં, ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. ખાસ કરીને 10મી જાન્યુઆરીથી ઠંડીમાં ચમકારો આવી શકે છે અને 13 જાન્યુઆરીથી અંત સુધીમાં હિમ વર્ષા એટલે કે માવઠું થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે, આ વખતે પશ્ચિમી વિક્ષેપ નબળા આવ્યા છે, જે ચિંતાનો વિષય છે. જો પશ્ચિમી વિક્ષેપ મજબૂત હોત તો માવઠાની શક્યતા વધુ હોત.
જો કે, કુદરત આ સિસ્ટમનું બેલેન્સ કરતું હોય છે એટલે મોડે મોડે પણ પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે અને દેશના ઉત્તર પૂર્વીય ભારત સહિત મધ્ય પ્રદેશ અને ગુજરાત સુધીમાં માવઠા, હિમ પવનના તોફાનો થવાની શક્યતા રહે છે.
અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે, જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે તો અને સાગર ભેજના કારણે બદળો ન બને તો આગામી ચોમાસું નબળું પણ રહી શકવાની સંભાવના છે. પરંતુ શરૂઆતના ચોમાસા બાદ થોડું સારું ચોમાસું આ વખતે થોડું મોડું પડી શકે છે.