Rain Alert: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

વરસાદ રાજ્યમાં ફરી એક વખત ભૂક્કા બોલાવી રહ્યો છે. ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલ

1/6
અમદાવાદ: સૌરાષ્ટ્રના ખેલૈયાઓ માટે નવરાત્રિની મજા બગડતા સમાચાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. જૂનાગઢ, અમરેલી અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
2/6
આ સાથે જ પોરબંદર, દ્વારકા, જામનગર, ખંભાળિયા, જોડીયામાં વરસાદની શક્યતા અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
3/6
અંબાલાલ પટેલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ખેલૈયા માટે રાત્રે કોઈ ભાગમાં ગરબા થાય તો કોઈ ભાગમાં મજા બગડશે તેવુ અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.
4/6
દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.
5/6
જૂનાગઢ, અમરેલી અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. પોરબંદર, દ્વારકા, જામનગર, ખંભાળિયા, જોડીયામાં વરસાદની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
6/6
દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
Sponsored Links by Taboola