Gujarat Rain: રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે, અંબાલાલની લેટેસ્ટ આગાહી જાણો
હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. મેઘસવારી હવે ઐરાવત પર સવાર થઈને ગુજરાતમાં આવશે. ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંબાલાલે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. ભાવનગર, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ગુજરાતમાં વરસાદના સંકેત ઉજળા થયા છે.
15 અને 16 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આનુષંગિક સિસ્ટમના કારણે 17થી 24 દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થશે.
અંબાલાલે કહ્યું, આહવા, ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
અરવલ્લી અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 30 કીમી પ્રતિ કલાકથી 50 કીમી પ્રતિ કલાકની રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલના જણાવ્યા મુજબ 17થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.