Amreli : કોંગ્રેસના ધારાસભ્ય જેસીબી આગળ સૂઈ ગયા, 'જેસીબી ઉપર ચડાવી દો અને ધરપકડ કરો'

તસવીરઃ જેસીબી આગળ સૂઇ વિરોધ નોંધાવી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર.

1/4
અમરેલીઃ રાજુલામાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર અને રેલવે પોલીસ વચ્ચે વિવાદ થયો હતો. રાજુલામાં રેલવેની જગ્યા નગર પાલિકાને નહીં આપતા વિવાદ સર્જાયો હતો. માર્કેટિંગ યાર્ડ સામે જુના રેલવે પાટા નજીક વિવાદ થયો હતો. રાજુલા રેલવે સ્ટેશનની જગ્યા રેલવે પોલીસ બોર્ડર કરતા ધારાસભ્ય અમરીશ ડેર અને નગર પાલિકાના સદસ્યો દોડી આવ્યા હતા.
2/4
કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રેલવેનું કામ અટકાવી જે.સીબી આડે સુઈ જતા જોવા મળ્યા હતા. જેસીબી ઉપર ચડાવી દો અને ધરપકડ કરો તેમ પણ કહેતા જોવા મળ્યા હતા. ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રેલવે પોલીસ કેબીન ધારકો પાસે ઉઘરાણી કર્યાનક આક્ષેપ કર્યો હતો.
3/4
છેલ્લા 25 વર્ષથી પણ વધુ સમયથી આ જમીન રેલવેની રાજુલા વિસ્તારમાં છે, તે માટે નગર પાલિકા દ્વારા જમીનની માગણી કરી હતી. બ્યુટીફીકેશન માટે વાપરી શકાય અને એગ્રીમેન્ટ માટે પણ પાલિકાના સતાધીશોને રેલવે દ્વારા બોલાવવામાં આવ્યા હતા.
4/4
જોકે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રજુઆત કરાઈ હોવાથી બાદમાં ભાજપના રાજકીય પ્રેસરના કારણે રેલવેએ ફરી આ જમીન પર બોર્ડર કરવાની કામગીરી શરૂ કરાતા વિરોધ દર્શાવ્યો હતો.
Sponsored Links by Taboola