Amreli Rain: અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, ખાંભા-સાવરકુંડલામાં ગાજવીજ સાથે વરસાદ

Amreli Rain: અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, ખાંભા-સાવરકુંડલામાં ગાજવીજ સાથે વરસાદ

અમરેલી જિલ્લામાં વરસાદ

1/6
અમરેલી: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં રોજ વરસાદ પડે છે. અમરેલી જિલ્લામાં પણ થોડા દિવસોથી વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ફરી વરસાદ વરસ્યો છે.
2/6
આજે પણ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
3/6
અમરેલી જિલ્લામાં ફરી વરસાદ શરુ થયો છે. બગસરા અને સાવરકુંડલા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. નવી હળીયાદ, જુની હળીયાદમાં વરસાદ વરસ્યો છે.
4/6
સાવરકુંડલામાં ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમરેલીના ખાંભામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે.
5/6
ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દાઢીયાળી, પીપળવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.
6/6
આગામી 6 દિવસ સુધી રાજ્યમાં વરસાદની માહોલ રહેશે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી હતી. અમરેલી, બોટાદ, રાજકોટ, ભાવનગર, ગીરસોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ,પંચમહાલ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારીમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
Sponsored Links by Taboola