આણંદમાં 7 ઇંચ વરસાદમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, અંડરપાસ બંધ, જુઓ લોકોને કેવી કેવી પડી હાલાકી?
આણંદઃ ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે સવારથી જ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે આણંદમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા 4 કલાકમાં જ આણંદમાં 7 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તેમજ હજુ આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારે બે કલાકમાં સુરતના ઓલપાડ 2.5 ઈંચ, સુરતના ચોરયાશીમાં અઢી ઈંચ, આણંદના પેટલાદમાં 1.5 ઈંચ અને બોટાદના બરવાળામાં અડધો ઈંચ ખાબક્યો હતો.
ભારે વરસાદને પગલે આણંદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડમાં પાણી ભરાવાના કારણે મુસાફરો પરેશાન થઈ ગયા હતા. તેમજ તુલસીનગર વિસ્તારમાં ગરનાળામાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે રસ્તો અવર જવર માટે બંધ કરાયો હતો.
તુલસીનગર વિસ્તારમાં ગરનાળામાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે રસ્તો અવર જવર માટે બંધ કરાયો હતો.
આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન સાથે વરસાદ પડશે. 40 થી 50 કિમી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ભારે વરસાદને પગલે આણંદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડમાં પાણી ભરાવાના કારણે મુસાફરો પરેશાન થઈ ગયા હતા.