અમદાવાદમાં FICCI YFLO દ્ધારા ATELIER કાર્યક્રમનું આયોજન કરાયુ, કલાપ્રેમીઓ થયા મંત્રમુગ્ધ
ફિક્કી વાયએફએલઓ (FICCI YFLO), અમદાવાદનાં અધ્યક્ષ, સુપ્રિયા જિંદાલના પ્રયાસથી કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુસર અમદાવાદ શહેરના અમીતારા આર્ચડમાં ATELIER કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઐતિહાસિક ભારતથી આધુનિક ભારત સુધીની ભારતીય હસ્તકલા અને કારીગરોમાં જોમ ભરતા આ કાર્યક્રમ પ્રસંગે ઉમંગ હઠીસિંહ સહિતના કળાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppATELIERમાં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના નીતીશ ભારતીએ અદ્ભૂત થીમ અને સ્ટોરી મારફત સેન્ડ આર્ટ રજૂ કરી. જ્યારે નૃત્યાંગના પર્નિયા કુરેશી દ્વારા કુચિપુડી નૃત્ય રજૂ કરવામાં આવ્યું. આ નૃત્ય નિહાળીને ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા.
કાર્યક્રમના અંતમાં ફેશન ડિઝાઇનર શિવાન અને નરેશ દ્વારા ફેશન શો રજૂ કરવામાં આવ્યો. આ ફેશન શોમાં ઉત્સવ અને રિસોર્ટ કલેક્શનનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું.
બાદમાં આ કલેક્શન પનાચે સ્ટુડિયોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. ફિક્કીના તમામ સભ્યોએ કાર્યક્રમમાં હાજર રહીને કલાકારોની પ્રતિભાને બિરદાવી હતી. ATELIER નામના આ યાદગાર શોનું સંચાલન કૃણાલ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.