Azadi Ka Amrut Mahotsav: સાબરમતી આશ્રમ ખાતે કાર્યક્રમમાં કોણ કોણ રહ્યું હાજર, જુઓ તસવીરો......
અમદાવાદઃ પીએમ મોદી આજે ફરી એકવાર અમદાવાદના મહેમાન બન્યા હતા, અહીં પીએમે સાબરમતી આશ્રમમાં દેશમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી, અને સંબોધન કર્યુ હતુ. આ પછી પીએમે દાંડી માર્ચને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીની સાથે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાતની સીએમ રૂપાણી સહિત જુદાજુદા નેતાઓ હાજર રહ્યાં હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પીએમ મોદીની સાથે હાજરી આપી હતી. રૂપાણીએ કાર્યક્રમ દરમિયાન સંબોધન પણ કર્યુ હતુ. સીએમ રૂપાણીએ અમૃત મહોત્સવમાં પોતાના ભાષણમાં કહ્યું કે આજે દેશની નજર ગુજરાત ઉપર છે, જે ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને આપ્યા ત્યાં આઝાદીની ઉજવણી થઈ રહી છે. આજે પીએમના નેતૃત્વમાં રાષ્ટ્ર માટે જીવિત રહેવાના નિયમ સાથે ચાલી રહ્યા છે. આજના દિવસે બાપુએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી. મીઠાનો કાનૂન તોડી નાખ્યો જેણે દેશના જનમાન્સની વિચારધારા બદલી હતી. ગુજરાતના સપૂત સરદાર પટેલ ઉપર જવાબદારી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પણ સાબરમતી ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.
સાબરમતી આશ્રમમાં કાર્યક્રમામાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યાં હતા.
અમદાવાદ મહાનગર પાલિકાના નવનિયુક્ત પ્રમુખ કિરીટ પરમાર પણ આ પ્રસંગે સાબરમતી આશ્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં અમદાવાદ મેયરની હાજરી જોઇ શકાઇ હતી
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં એક્ટર અનુપમ ખેર પણ સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદીની સાથે ઉપસ્થિત રહ્યાં હતા.
દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે. પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી 21 દિવસ સુધી ચાલનારી દાંડી યાત્રાને લીલીઝંડી આપી છે. ભારતની સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં જ રહેતા હતા. આ પ્રસંગે પીએમ આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી.