Election Result 2025 : ચોરવાડમાં ભાજપની ભવ્ય જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે.ચોરવાડ પાલિકામાં ભાજપે શાનદાર જીત મેળવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ચોરવાડ પાલિકામાં જીત બાદ ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જીતની ભવ્ય ઉજવણીમાં સાંસદ રાજેશ ચુડાસમાએ પુષ્પા સ્ટાઈલ સાથે ડાન્સ કર્યો હતો.

ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ધારાસભ્ય વિલમ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો. આ ચૂંટણીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હારનો સામનો કરવો પડ્યો છે. વિમલ ચુડાસમાએ વોર્ડ નંબર 8માં હારનો સામનો કરવો પડ્યો છે.
ચોરવાડ નગરપાલિકામાં ભાજપ સત્તામાં આવ્યું છે.ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને તેમના પોતાના મતવિસ્તાર ચોરવાડમાં જ ભાજપના એક સામાન્ય કાર્યકર સામે હારનો સામનો કરવો પડ્યો છે.
ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં 24 બેઠકોમાંથી ભાજપને 20 બેઠક મળી છે. જ્યારે કૉંગ્રેસને પાલિકામાં 4 બેઠકો મળી છે.ચોરવાડ પાલિકામાં કૉંગ્રેસની ખરાબ રીતે હાર થઈ છે.
જીત બાદ ચોરવાડમાં શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. સાંસદ રાજેશ ચૂડાસમાએ જીતેલા તમામ ઉમેદવારોને અભિનંદન આપ્યા છે.
ચોરવાડમાં આ જીત બાદ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં કાર્યકરો સાથે સાંસદ પણ જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.