Lok Sabha Election 2024 : ભાજપે આ 15 ઉમેદવારોને આપી ટિકિટ, જુઓ તસવીરોમાં કોણ ક્યાંથી લડશે
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર બેઠક પરથી કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડશે.
નવસારી બેઠક પરથી સી.આર.પાટીલ ચૂંટણી લડશે.
રાજકોટ બેઠક પરથી કેંદ્રીય મંત્રી પરશોત્તમ રુપાલા ચૂંટણી લડશે.
પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયા ચૂંટણી લડશે.
કેંદ્રીય મંત્રી દેવુસિંહ ખેડા બેઠક પરથી ચૂંટણી લડશે.
કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા ચૂંટણી લડશે.
પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભી ચૂંટણી લડશે.
આણંદ બેઠક પરથી મિતેશ પટેલ ચૂંટણી લડશે.
પંચમહાલ બેઠક પરથી રાજપાલ જાદવ ચૂંટણી લડશે.
ભરુચ બેઠક પરથી મનસુખ વસાવા ચૂંટણી લડશે.
દાહોદ બેઠક પરથી જશવંતસિંહ ભાભોર ચૂંટણી લડશે.
બનાસકાંઠા બેઠક પરથી રેખાબેન ચૌધરી ચૂંટણી લડશે.
અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા ચૂંટણી લડશે.
બારડોલી બેઠક પરથી પ્રભુભાઈ વસાવા ચૂંટણી લડશે.