પૂર્વ કચ્છમાં ફરી ચાલ્યું 'દાદા'નું બુલડોઝર, ગુનાઇત ઇતિહાસ ધરાવતા લોકોના દબાણ પર કાર્યવાહી
ભચાઉમાં ખૂન અને લેન્ડ ગ્રેબિંગના આરોપીઓની ગેરકાયદેસર હોટલ પર પોલીસનું બુલડોઝર ફર્યું.
Continues below advertisement

Bhupendra Patel bulldozer action: પૂર્વ કચ્છ જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભચાઉના શિવલખા ગામે કુખ્યાત ગુનેગારો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી હોટલને પૂર્વ કચ્છ પોલીસે બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધી છે.
Continues below advertisement
1/5

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અનિલસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ જાડેજા નામના બે આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરીને સરકારી જમીન પર ઊભી કરવામાં આવેલી હોટલને તોડી પાડવામાં આવી હતી.
2/5
આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો છે. તેમના વિરુદ્ધ ખૂન, મારામારી અને શરીર સંબંધી ગુનાઓ સહિત લેન્ડ ગ્રેબિંગના ૬ થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
3/5
આરોપીઓએ ભચાઉના શિવલખા ગામના સર્વે નંબર ૫૭૪/૧ તથા ટ્રાન્સફર સર્વે નંબર ૧૩૧૭/૪/બિન નંબરી ૪૭ પૈકીની સરકારી જમીન પર પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે હોટલનું બાંધકામ કર્યું હતું. પૂર્વ કચ્છ પોલીસને આ ગેરકાયદેસર બાંધકામ અંગે માહિતી મળતા જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ગુરુવારે આ દબાણને દૂર કરવા માટે બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
4/5
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગુનાહિત તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
5/5
પોલીસનું કહેવું છે કે આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે જેથી કરીને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. આ કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
Continues below advertisement
Published at : 05 Apr 2025 03:56 PM (IST)