Gujarat: રાજ્યમાં ધાર્મિક સ્થાનોમાં સ્વચ્છતા અભિયાન, CM ભૂપેંદ્ર પટેલ ધોળેશ્વર મહાદેવ મંદિરે સફાઈ અભિયાનમાં જોડાયા
ગાંધીનગર: મકરસંક્રાતિના દિવસે સ્વચ્છતા ઝુંબેશમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ જોડાયા હતા. ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી બન્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ પણ અનેક વખત સફાઈ માટે મુખ્યમંત્રી સહભાગી બની ચૂક્યા છે. મુખ્યમંત્રીએ સ્વચ્છતા અભિયાનની શરુઆત કરાવી હતી.
રાજ્યના તમામ ધાર્મિક સ્થળોએ સફાઈ કરવામાં આવશે.
આજથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. કલેકટરોને સ્વચ્છતાના ફોટો ઈ -મેઈલ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
14 જાન્યુઆરીથી રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા મકર સંક્રાંતિથી એક સપ્તાહના સ્વચ્છતા સફાઈ અભિયાનનો પ્રારંભ થયો છે.
મુખ્યમંત્રીએ X પર પોસ્ટ કરતા લખ્યું કે, અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે, જેના સંદર્ભે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે. આ આહવાનને ઝીલી લઈને ગુજરાતમાં આપણે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪ થી ૨૨ જાન્યુઆરી સુધી સફાઈ અભિયાનનું રાજ્યવ્યાપી જનઅભિયાન શરૂ કર્યું છે.