Gujarat Cold: રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો, આ શહેરોમાં તાપમાનનો પારો 14 ડીગ્રીથી નીચે
રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ચાર શહેરોમાં તાપમાનનો પારો 14 ડીગ્રીથી નીચે તો આઠ શહેરોમાં પારો ગગડીને પહોંચ્યો 17 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેશોદ અને નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કડકડતી ઠંડીના કારણે લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો છે.
વડોદરા અને ડીસામાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 13.2 ડિગ્રીએ પહોંચ્યો છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ અને દમણમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડીગ્રીની નીચે જતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
વહેલી સવારે ઠંડા પવનો ફુંકાતા શહેરીજનોએ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી હજુ નહીં પડે.
પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો 15.3 ડીગ્રીએ પહોચ્યો છે. અમદાવાદમાં નવેમ્બર મહિનામાં લઘુત્તમ તાપમાન ખૂબ જ સામાન્ય રહ્યું છે.
આગામી સમયમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત છે.