Kutch: કચ્છ-સૌરાષ્ટ્ર પર હવે વાવાઝોડાનો ખતરો, 85 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
કચ્છ અને સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો ત્રણ જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડાના ખતરાને પગલે કચ્છ પ્રશાસન એલર્ટ થયું છે. વાવાઝોડાને પગલે કચ્છના દરિયા કિનારે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છના મોટાભાગના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનને લીધે વીજ વાયર તૂટ્યા, વૃક્ષો ધરાશાયી થયા હતા. કાચા મકાનો, ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા તૈયારી કરી છે.
વાવાઝોડાની આશંકાને લઈને કચ્છ જિલ્લાના અનેક ઠેકાણે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. માંડવી બીચ અને દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
દ્વારકા અને કચ્છ જિલ્લામાં વાવાઝોડાની અસરની આશંકા છે. જમીન પર તૈયાર થયેલુ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયુ છે. ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય તેવી આશંકા છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
અંબાલાલે પણ આગાહી કરી છે કે વાવાઝોડાની અસરના કારણે 80થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ચક્રવાત પાકિસ્તા તરફ ફંટાઇ શકે છે. કચ્છ સહિતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. ભારે પવનને કારણે ખેતીને નુકસાન થઇ શકે છે.
કચ્છના અબડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અબડાસાનું છેવાડાનું મોટી સિંધોડીગામ બેટમાં ફેરવાયું હચુંય ભારે વરસાદના કારણે આખુ ગામ બેટમાં ફેરવાયું હતું. મોટી સિંધોડી ગામ બેટમાં ફેરવાતા જનજીવન પર માઠી અસર થઇ છે.