ગુજરાતમાં વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીએ કરી દીધી મોટી આગાહી, કહ્યું – 48 વર્ષનો રેકોર્ડ તૂટશે જો.....
ગોસ્વામીએ જણાવ્યું કે, છેલ્લા 36 કલાકથી કચ્છ પર સ્થિર રહેલું આ ડીપ ડીપ્રેશન આજે બપોરે 2 વાગ્યાથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. અમારી આગાહી મુજબ, આ સિસ્ટમ 30 ઓગસ્ટે અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે ઉમેર્યું કે, જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વધુમાં, આ ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને જો આવું થશે તો 48 વર્ષનો રેકોર્ડ તોડશે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આગામી 24થી 36 કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે. જોકે, ગોસ્વામીએ જણાવ્યું કે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે, પરંતુ પવનની ગતિ વધશે.
ગોસ્વામીએ વધુમાં ચેતવણી આપી કે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના રહેવાસીઓએ આગામી 24થી 36 કલાક સુધી સાવધાન રહેવું જોઈએ.
રાજ્ય સરકારે તમામ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂર પડે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે.
નાગરિકોને પણ સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.