DefExpo2022: ડિફેન્સ એક્સ્પોથી ગુજરાતની ઓળખને નવી ઉંચી મળી રહી છે, વાંચો પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમણે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે બાદ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું, ડીફેન્સ એક્સ્પો એ આત્મનિર્ભર ભારતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ડિફેન્સ એક્સ્પોનું આયોજન નવા ભારતની ભવ્ય તસવીર. યુવાોની શક્તિ, સંકલ્પ, સાહસ અને માર્થ્યનું ઉદાહરણ છે.
મિત્ર દેશો માટે સહયોગના અનેક અવસર છે. આ ડિફેન્સ એક્સ્પોમાં પ્રથમવાર ફક્ત ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહી છે. આ ડિફેન્સ એક્સ્પોમાં ફક્ત મેડ ઇનટ ઇન્ડિયાના ઉપકરણો જ સામેલ છે.
મોદીએ કહ્યું કે, ભવિષ્યને ઘડનારા યુવા સ્પેસ ટેક્નોલોજીને નવી ઉંચા સુધી લઈ જશે. ડિફેન્સ એક્સ્પો યુવાનો માટે ફ્યુચર વિન્ડો માફક છે. મને મારા દેશની યુવા પેઢી પર વિશ્વાસ છે.
ડિફેન્સ એક્સ્પોથી ગુજરાતની ઓળખને નવી ઉંચી મળી રહી છે. ડીસા આંતરરાષ્ટ્રીય સરહદથી ફક્ત 130 કિ.મી. દૂર છે. ડીસા, બનાસકાંઠા, પાટણ જિલ્લાનો સિતારો ચમકી રહ્યો છે.
દેશની સુરક્ષાનું પ્રભાવી કેન્દ્ર ડીસા બનશે. બનાસકાંઠા, પાટણ ગુજરાતમાં સૌર શક્તિનું કેન્દ્ર બનીને ઉભર્યું. એ જ બનાસકાંઠા, પાટણ દેશ માટે વાયુ શક્તિનું કેન્દ્ર બનશે.
મિશન ડિફેન્સ સ્પેસ દેશના ખાનગી સેક્ટરને પોતાનું સામર્થ્ય દેખાડવાનો અવસર આપશે.
સ્પેસ ટેકનોલોજી ભારતની ઉદારવાદી વિચારને નવી સંભાવનાઓને જન્મ આપી રહી છે. આ ટેકનોલોજીનો લાભ નાના દેશોને થઈ રહ્યો છે.
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ