DefExpo 2022: સાબરમતી નદીમાં યોજાઈ રહેલા દિલધડક ઓપરેશનની 10 રોમાંચક તસવીરો
કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા યોજાનાર DefExpo 2022 અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદ ખાતે તા. 18 થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App18થી 22 ઓક્ટોબર સુધી યોજાનાર ડિફેન્સ એક્સ્પોની અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન રિવરફ્રન્ટ પર ત્રણેય સેનાના જવાનોએ દિલધડક રેસક્યુ ઓપરેશનની તૈયારીઓ શરુ કરી દીધી છે.
થલસેનાના સ્પેશયલ પેરા કમાન્ડો, વાયુસેનાના ગરુડ કમાન્ડો અને નૌસેનાના માર્કોસ કમાન્ડો 8 હજાર ફૂટની ઊંચાઈએથી પ્લેનમાંથી પેરાશૂટ સાથે કૂદીને છૂપાયેલા દુશ્મનને શોધવાની એક્ટિવિટીના દિલધડક કરતબ બતાવ્યા હતા.
નેવીના એક સાથે ત્રણ હેલીકોપ્ટરમાંથી દોરડા વડે માર્કોસ કમાન્ડો નદીની વચ્ચે બોટમાં ઉતરી કિનારા પર આવી રેસ્ક્યુ ઓપરેશનનું રિહર્સલ કર્યું હતું.
સારંગ હેલીકૉપટર ટીમના હેરતઅંગેજ કરતબોથી રિવરફ્રન્ટ પર હાજર લોકો સ્તબ્ધ રહી ગયા હતા.
Def-Expo 2022ના વિવિધ કાર્યક્રમનો લ્હાવો લેવા મુલાકાતીઓને ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી આપવામાં આવશે સાથે જ ઇ-ટિકિટમાં ઉલ્લેખિત તારીખ અને સમય પર જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે.
આ ઇ-ટીકીટ eventreg.in/registration/visitor વેબસાઇટ પર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે. મુલાકાતીઓએ પ્રદર્શન સ્થળના પ્રવેશ દ્વાર પર પ્રવેશ કરતા પહેલા QR કોડ/બાર કોડ સ્કેન કરવાનો રહેશે
પ્રદર્શનની મુલાકાત દરમિયાન કોવિડના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે. જેમાં મુલાકાતીઓને કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.
પ્રદર્શન સ્થળે મુલાકાતીઓનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે. પ્રદર્શન સ્થળ પર પીવાના પાણી, શૌચાલય, મોબાઇલ ચાર્જીંગ પોઇન્ટ, હેલ્પ ડેસ્ક, વગેરે સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મુલાકાતીઓ કોઈપણ ખાદ્યપદાર્થો/હેન્ડ બેગ, છૂટક વસ્તુ જેવી કે કાગળ, પ્લાસ્ટિક, પોલીબેગ વગેરે લઇ જઇ શકશે નહીં.
તમામ ફોટો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવ્યા છે.