Photos: આજે દુર્ગાષ્ટમી પર અંબાજી માઇભક્તોથી ઉભરાયુ, સવારથી જ 'બોલ માડી અંબે'ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યુ, જુઓ....
Durga Ashtami Photos: આજે દુર્ગાષ્ટમીનો પવિત્ર દિવસ છે, આ પ્રસંગે ઠેર ઠેર લોકો પોતાના કુળદેવી અને અન્ય દેવીઓને રિઝવવાનો પ્રયાસ કરે છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના મોટા મંદિરોમાં ભારે ભીડા જામી છે, અહીં અમે તમને જગતજનની આરાસુરી અંબાજી માતાજીના મંદિરની તસવીરો બતાવી રહ્યાં છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રિ દરમિયાન દુર્ગા અષ્ટમીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આજે દુર્ગા અષ્ટમીનું પર્વ ગુજરાતમાં ઠેર ઠેર મનાવવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલુ ગુજરાતમાં સૌથી મોટુ અંબાજી માતાજીનું મંદિર આજે વહેલી સવારથી જ માઇભક્તોથી ઉભરાઇ ગયુ હતુ. અહીં માઇ ભક્તોએ વહેલી સવારથી ભારે ભીડ લગાવી હતી.
આજે અંબાજી મંદિરમાં માતાજીનો વિશેષ ફૂલોનો શૃંગાર કરવામાં આવ્યો છે. માતાજીની એક ઝલક મેળવવા ભક્તોની ભીડ છે.
જગત જનની માં અંબાજી રાજ રાજેશ્વરી સ્વરૂપ સિંહાસન પર બિરાજમાન થઈ લોકોને દર્શન આપી રહ્યા છે.
આજે માતાજીનું ખાસ નૈવેધ, હવન અને મહાપ્રસાદ થશે. માતાજીના દર્શન કરવા ઠેર ઠેરથી મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
દુર્ગા અષ્ટમીના દિવસે માં દુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.
મહાષ્ટમીના દિવસે કુન્યા પૂજા પણ કરવામાં આવે છે. આ પ્રસંગે અપરિણીત છોકરી અથવા નાની છોકરીને દેવી દુર્ગાની જેમ શણગારવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.
હાલમાં જ ભાદરવી પૂનમે અંબાજી મંદિર ખાતે ભવ્ય લોક મેળો ભરાયો હતો, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા, હવે આજે ફરી એકવાર લાખોમાં ભક્તો મંદિરમાં ઉમટ્યા છે.