Rajkot Rain: ભારે વરસાદને લઈ ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફ્લો
રાજકોટ: રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. અનરાધાર વરસાદથી રાજકોટ જિલ્લાના ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ જિલ્લા અને ઉપરવાસમાં મેઘરાજા શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો છે.
ધોધમાર વરસાદથી સ્થાનિક નદી-નાળાઓ બે કાંઠે છે. એવામાં ધોરાજીમાં ભાદર-2 ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા એક ફૂટ સુધી ખોલી 2600 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.
ધોરાજી ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને લઈ ભાદર 2 ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ છે.
ભાદર 2 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલતા નીચાણવાળા વિસ્તારમાં ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવથી પોરબંદર સુધીની ભાદર નદી કાંઠા વિસ્તારના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
ભાદર 2 ડેમ ઓવર ફ્લો થતા ધોરાજીમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ભાદર 2 ડેમ બીજીવાર ઓવર ફ્લો થતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા સહિત ઘેડ પંથકના 67 ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી શકશે.