Junagadh: જૂનાગઢમાં બારે મેઘખાંગા, અનેક ગામ બેટમાં ફેરવાયા, ઘર, દુકાન, મંદિરો પાણીમાં ગરકાવ
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે વંથલી, મેંદરડા, કેશોદ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કેશોદના ઈટાળી ગામમાં મૂશળધાર વરસાદથી ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેશોદમાં આઠ ઈંચ વરસાદથી સોંદરડાનો ડેમ ઓવરફ્લો થયો હતો. સોંદરડા ગામમાંથી વહેતી નદીમાં પૂર આવ્યું હતું. ઈટાળી ગામમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા. ઘેડ પંથકમાં આવેલા બાલગામ, ફુલરામા, મૂળિયાસા ગામ બેટમાં ફેરવાયા હતા.
જૂનાગઢના માંગરોળ પંથકમાં ગઈકાલે વરસેલા પાંચ ઈંચ વરસાદના કારણે ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. ઘેડ પંથકના ફુલરામા ગામમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. વરસાદી પાણી ભરાતા લોકોના ઘરોમાં રહેલી ઘર વખરીને વ્યાપક નુકસાન થયું છે. રાત્રીના વિરામ બાદ ફરી એકવાર સવારથી વરસાદ શરૂ થતા ઘેડ પંથકના ગામોના લોકો ચિંતાતૂર બન્યા છે.
કેશોદનું મૂળિયાસા ગામ ફરી બેટમાં ફેરવાયું છે. ઘેડ પંથકનું મૂળિયાસા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. લોકોના ઘર હોય કે મકાન કે પછી દુકાન અને મંદિર બધુ જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઘેડ પંથકના મૂળિયાસા ગામમાં વારંવાર જળભરાવની સ્થિતિના પગલે અહીંના લોકો ત્રસ્ત છે.
જૂનાગઢના વંથલી, મેંદરડા, કેશોદ તાલુકામાં ભારે વરસાદ શરૂ થયો છે. કેશોદના ઈટાળી ગામમાં તો મુશળધાર વરસાદના પગલે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. આ તરફ જૂનાગઢના કેશોદ તાલુકાના સોંદરડા ગામમાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો. જેના પગલે સોંદરડા ગામનો ડેમ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ શહેરમાં સવારથી ફરી શરૂ થયેલા વરસાદના કારણે ઝાંઝરડા રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે. મુળિયાસામાં ઘર,દુકાન, મંદિરો પાણીમાં ગરકાવ થયા હતા. મઢડા ગામમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી.
મુળિયાસા અને મઢડા વચ્ચેનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતા. મઢડા ગામના તમામ ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદથી મઢડા ગામમાં વીજપુરવઠો ખોરવાયો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. વેરાવળ બાયપાસ રોડ પર પાણીનો ભરાવો થયો હતો. વેરાવળના ડાભોર રોડ પર પણ આઠ ઈંચ વરસાદના પગલે પાણી ભરાયા હતા. તાલાલા અને પ્રાંચી તીર્થ આસપાસ એક ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. હાલ પ્રાંચી તીર્થના પાણીમાં ભગવાન માધવરાયનું મંદિર જળમગ્ન થઈ ગયું છે.