Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયું આ પક્ષીઓનું શાનદાર ઘર, બર્ડ બંગ્લાની તસવીરો જોઇ દંગ રહી જશો
જેતપુર: એનિમલ લવર્સ તેમને ગમતાં બર્ડ, ડોગીની સુખ સુવિધા માટે અનેક પ્રયાસ કરે છે. જેતપુરના એક એન્જિનિયરનો બર્ડ લવ પણ આવો જ કંઇક નિરાળો છે. બર્ડની સુખ સુવિધા માટે તેમને 20 લાખનું પક્ષી ધર તૈયાર કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપક્ષી ઘર કે ચબૂતરો કહેવા કરતાં આ ઘરને બર્ડ બંગ્લો કહેવો વધુ યોગ્ય ગણાશે. કારણ કે, આ પક્ષી ઘરમાં પક્ષીની દરેક સુખ સુવિધાનું ધ્યાન રાખીને તેનું ઇન્ટિરિયર કરાયું છે.
જેતપુર તાલુકાના રળિયામણા ગામમાં નદી કિનારે તૈયાર થયેલા આ બર્ડ બંગલો ગામની શોભામાં વૃદ્ધિ કરે છે. પોતાનાં પૂરતુ તો સૌ કોઈ વિચારે.. પણ અબોલ જીવ માટે વિચારીને આવુ કંઈક કાર્ય કરીએ તો જન્મારો સફળ થઈ જાય..
આ શાનદાર બર્ડ બંગ્લો140 ફૂટ લાંબો, 70 ફૂટ પહોળો અને 40 ફૂટ ઉંચો છે. જેમાં નાના મોટા 2500 માટલાનો ઉપયોગ થયો છે. આ માટે તેમણે ખાસ વાંકાનેર ખાતે ખાસ પાકા માટલાઓનો ઓર્ડર આપ્યો હતો
. આ માટીથી તૈયાર થયેલા માટલામાં પક્ષીઓને ઠંડી, ગરમી અને વરસાદની ઋતુમાં હુંફ મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં પંખીઓને કુદરતા ખોળાની અનુભૂતિ થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.