Amreli Rain: અતિભારે કમોસમી વરસાદથી રાજુલામાં જળપ્રલયની સ્થિતિ, જુઓ તસવીરો

Amreli Rain: અતિભારે કમોસમી વરસાદથી રાજુલામાં જળપ્રલયની સ્થિતિ, જુઓ તસવીરો

Continues below advertisement

રાજુલામાં જળપ્રલયની સ્થિતિ

Continues below advertisement
1/7
છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં વરસેલા ધોધમાર કમોસમી વરસાદથી જળપ્રલયની સ્થિતિ સર્જાય છે. જિલ્લાના તમામ નદી-નાળા છલકાયા છે. ખેતરો તળાવમાં ફેરવાયા છે. અનેક રસ્તાઓ વરસાદી પાણીથી બંધ થયા.રાજુલાના દાતરડી સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી દાતરડીથી જતા તમામ રસ્તાઓ પર જળમગ્ન બનતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી.
2/7
ધોધમાર વરસાદથી જાફરાબાદનું ટીંબી ગામ પાણી પાણી થયું. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
3/7
રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. માંડળ, પરડા, કુંભારીયા, દેવકા, બાલાપર, મસુનદડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા જોરદાર માવઠાને લીધે રસ્તાઓ જળબંબાકાર થયા.
4/7
સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર સર્જાતા રાજુલાનું ચોત્રા ગામ જળબંબાકાર થયું. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું.
5/7
સતત વધી રહેલા પાણીના પ્રવાહથી ગ્રામજનોની સ્થિતિ વિકટ બની. જાફરાબાદના સરવડાનું તળાવ ઓવરફ્લો થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો.તળાવના પાણી ગામ અને આસપાસના ખેતરોમાં ફરી વળ્યા. ખેતરોમાં વરસાદની સાથે તળાવના પાણી ઘુસતા કૃષિ જમીનનું પણ ધોવાણ થયું.
Continues below advertisement
6/7
જાફરાબાદના ગ્રામ્ય પંથક એવા સોખડા, લોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. સોખડા અને લોર ગામની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યુ.ધાતરવડી નદીના ધસમસતા પ્રવાહમાં વીજપોલ પણ ધરાશાયી થયો. જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
7/7
જાફરાબાદના નાગેશ્રી ગામમાં વરસેલા મુશળધાર વરસાદથી નદીઓ તોફાની બની.ખેતરોમાં પણ વરસાદી પાણી વહેતા થયા. નાગેશ્રી ગામના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.
Sponsored Links by Taboola