Flood: રાજ્યમાં પૂરની સ્થિતિને લઇને આર્મી સતર્ક, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
રાજ્યમાં પૂરની સ્થિતિને લઈ કેન્દ્ર સરકારની સતર્કતા અને રાજ્યના પડખે રહેવાના અભિગમના કારણે આપત્તિના સમયે પીડિતોને સહાય પહોંચી રહી છે.આર્મીએ રાજ્યના પૂર પીડિતો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. પૂર પીડિતો આર્મીની ટીમના હેલ્પલાઈન નંબર 079-23201507 પર મદદ માટે સંપર્ક કરી શકે છે. રાજ્યની અંદર આર્મીની છ જેટલી કોલમોને તૈનાત કરાઇ છે. ગાંધીનગર મિલેટ્રી સ્ટેશનથી સ્થિતિ પર નજર રાખી સ્થાનિક પ્રશાસનની વિનંતી પ્રમાણે આર્મીની ટીમોને તૈનાત કરાઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાની સ્થિતિ અત્યંત ખરાબ છે ત્યારે આર્મીની ત્રણ કોલમને ત્યાં મોકલવામાં આવી રહી છે. તો આર્મીની એક કોલમને મોરબી અને આણંદ અને ખેડામાં આર્મીની બે બે કોલમને ડેપ્યુટ કરાઈ છે. સાથે જ આર્મીની આ ટીમ બચાવ રાહતના આધુનિક ઉપકરણો, જરૂરી દવાઓ, મેડિકલની ટીમ સાથે પહોંચી રહી છે.
માનવતાવાદી અને સહાયરૂપ અભિગમ સાથે આર્મી અને રાજ્ય સરકારના સંલગ્ન વિભાગો સ્થાનિક પ્રશાસન એકબીજા સાથે સંકલન કરીને પૂર પીડિતોને સમયસર સહાય પહોંચે અને બચાવ રાહત કામગીરી શક્ય હોય તેટલી વહેલી થાય તેવા પ્રયાસ થઈ રહ્યા છે.
ગાંધીનગર મિલિટ્રી સ્ટેશનથી સ્થિતિ પર નજર રાખી સ્થાનિક પ્રશાસનની વિનંતી પ્રમાણે આર્મીની ટીમોને તૈનાત કરાઈ રહી છે. વડોદરાની સ્થિતિ અત્યંત ખરાબ છે ત્યારે આર્મીની ત્રણ કોલમને ત્યાં મોકલવામાં આવી રહી છે. તો આર્મીની એક કોલમને મોરબી અને આણંદ અને ખેડામાં આર્મીની બે બે કોલમને ડેપ્યુટ કરાઈ છે.
વરસાદી આફત વચ્ચે NDRF,SDRF સહિતની કેન્દ્રની એજન્સીઓના જવાનોના રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં દિલધડક રેસ્ક્યુ કર્યું 75 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ, તો એકની 108 વાનમાં પ્રસૃતિ કરવાની ફરજ પડી હતી.
ગુજરાતમાં અત્યારસુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1,653 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું છે.અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 22 ટીમ કાર્યરત્ છે.સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.