Navari Rain: નવસારીમાં નદીઓમાં ધોડાપૂરથી જનજીવન પ્રભાવિત, જુઓ તસવીરો
નવસારી: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદની અનેક નદીઓમાં પૂરની સ્થિતી છે. નદીઓમાં ધોડાપૂર આવતા મોટાપાયે જનજીવન પર અસર પડી છે. લોકો બેઘર બન્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરવાસમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બીલીમોરાથી અમલસાડ જતા બ્રીજને વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. રાંધલ ગામ પાણીમાં ગરકાવ થયુ છે. મુખ્ય માર્ગ પર આવેલુ આરોગ્ય કેન્દ્ર પણ જળમગ્ન બન્યુ છે. ગામમાં અવર જવર માટે પાણીનું વહેણ જોખમી બન્યું છે.
બિલીમોરાના દેસરા વિસ્તારમાંથી એક મહિલાનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું. દેસરાના ભાઠા ફળિયા વિસ્તારમાં રહેતા હેતવી પટેલ નામની મહિલાની તબિયત બગડતા ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કર્યું. ભાઠા ફળિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા એમ્બ્યુલન્સ ન પહોચી શકતા બોટ મારફતે બહાર કાઢવામાં આવ્યા હતા.
અંબિકા નદીમાં પુરની સ્થિતિ સર્જાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સાતથી નવ ફૂટ પાણી ભરાતા ધોલ ગામ સંપર્ક વિહોણું બન્યુ. દેસરા ગામ પણ પાણીમાં ગરકાવ થતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 200થી વધુ લોકોનું રાત્રે જ સ્થળાંતર કરવામાં આવ્યું છે.
કાવેરી નદી ગાંડીતુર બનતા તંત્ર એલર્ટ છે. ચીખલી ગામના રીવર ફ્રન્ટ પર પાણી ફરી વળ્યા છે. કાવેરી નદીના પાણી ફરી વળતા રિવરફ્રન્ટનું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે.
રીવરફ્રન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.
ગોલવાડ, ચીખલી, સદાકપુર, હોન્ડ, મલવાડા સહિતના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.