Junagadh Flood: જૂનાગઢમાં આવેલા ભયંકર પૂરે શહેરને બેટમાં ફેરવ્યું, તસવીરો જોઈ હચમચી જશો
Junagadh Flood: જૂનાગઢમાં આવેલા ભયંકર પૂરે શહેરને બેટમાં ફેરવ્યું, તસવીરો જોઈ હચમચી જશો
જૂનાગઢમાં આભ ફાટતા શહેરમાં ભયંકર પૂર
1/9
જૂનાગઢ શહેરમાં આભ ફાટતા ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાણીના પ્રચંડ પ્રહાર વચ્ચે જુનાગઢ શહેરમાં અનેક લોકો ફસાયા છે. જૂનાગઢના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
2/9
રમકડાની જેમ અનેક કાર તણાઈ છે. આ ઉપરાંત અનેક પશુઓ પણ તણાયા છે. શહેરમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
3/9
જૂનાગઢ શહેરમાં આવેલા ધોધમાર વરસાદને પગલે આખુ શહેર બેટમાં ફરેવાયું છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે.
4/9
જૂનાગઢ જિલ્લા પોલીસવડાએ લોકોને કામ વગર બહાર ન નિકળવા અપીલ કરી છે.
5/9
શહેરની અનેક સોસાયટીઓમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. મોંઘી કાર પાણીમાં તણાઈ રહી છે.
6/9
પશુઓ પણ પાણીમાં તણાતા જોવા મળી રહ્યા છે. શહેરના તમામ વિસ્તારમાં પાણીમાં ગળા ડૂબ છે.
7/9
દામોદર ભવનાથ વિસ્તારમાં પાણી ભરાયા છે. જૂનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે.
8/9
શહેરમાં કાગળની હોડીની જેમ વાહનો પાણીમાં તરી રહ્યા છે.
9/9
જૂનાગઢ શહેરના કરોડો રુપિયાના બંગલામાં પાણી ભરાઈ ગયા છે.
Published at : 22 Jul 2023 05:36 PM (IST)