Gujarat Rain: આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
ભારે વરસાદની આગાહી
1/7
અમદાવાદ: ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ આગાહી છે. આજે રાજ્યમાં કચ્છ,બનાસકાંઠા,પાટણ,સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી,મહીસાગર,પંચમહાલ,દાહોદ,મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.
2/7
6મે મંગળવારના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
3/7
7મે બુધવારના દિવસે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવમાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, ક્ચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.
4/7
8મે ગુરુવારના દિવસે પણ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
5/7
image 5
6/7
અમદવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2-4 ડિગ્રી ઘટશે.
7/7
રાજસ્થાનમાં સિસ્ટમ સક્રીય થઈ હોવાના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
Published at : 05 May 2025 02:21 PM (IST)