Gujarat Rain: ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય, કાલથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય, કાલથી તૂટી પડશે ધોધમાર વરસાદ
પ્રતિકાત્મક તસવીર
1/6
અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. ગુજરાત પર એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ થઈ છે. આ કારણે ભારે વરસાદ વરસી શકે છે.
2/6
13 ઓગસ્ટથી 19 ઓગસ્ટ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સમય દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને લૉ પ્રેશર મોન્સન ટ્રફ ઇસ્ટ વેસ્ટ ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે.
3/6
હવામાન વિભાગે જણાવ્યું કે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામશે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/6
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
5/6
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે આજે માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કર્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે.
6/6
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે.
Published at : 13 Aug 2025 01:49 PM (IST)