પૂરપાટ ઝડપે જતી ટ્રેનમાંથી પડેલી બાળકીનો આ રીતે થયો કુદરતી આબાદ બચાવ
જાકો રાખે સાંઇએ ઉસે માર શકે ના કોઇ, આ વિધાનને ચરિતાર્થ કરતી એક ઘટના અવંતિકા એકસપ્રેસમાં બની છે. અહીં ચાલતી ટ્રેનની બારીમાંથી એક બાળકી પડી ગઇ હતી. જેનો આબાદ બચાવ થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભીલાડથી દેવાસ અવંતિકા એક્સપ્રેસમાં પરિવાર 2 વર્ષની બાળકી સાથે પ્રવાસ કરી રહ્યો હતો. આ સમયે ઇમર્જન્સી એક્ઝિટની બારીમાં 2 વર્ષની બાળકી બેઠી હતી. જો કે અચાનક બાળકી ચાલું ટ્રેનમાંથી નીચે પડી ગઇ. બાળકી નીચે પડી જતાં પરિવાર તરત જ સાંકળ ખેંચી અને ટ્રેન ઉભી રખાવી ત્યારબાદ ટ્રેન થોભતા ઘટનાની જાણ રેલેવે પોલીસને કરવામાં આવી હતી.
આ સમયે ટ્રેન અમલસાડ રેલવે સ્ટેશન પર પહોંચી હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રેલવે ટ્રેક પર આરપીએપ પોલીસ તપાસ કરીને બાળકીને શોધી કાઢી હતી. બાળકીને રડવાનો અવાજ આવતા તે દિશામાં તપાસ શરૂ કરતા ઇજાગ્રસ્ત બાળકી મળી આવી હતી. બાળકીના માથામાં સામાન્ય ઇજા પહોંચી હોવાથી તાબડતોબ હોસ્પિટલ લઇ જવાય હતી. હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.