Gujarat Corona Cases: એક જ દિવસમાં ભાજપના ત્રણ ધારાસભ્યોને કોરોના, કયા મહિલા ધારાસભ્ય પણ બન્યા ભોગ

ફાઈલ તસવીર

1/4
ગુજરાતમાં કોરોના બેકાબૂ બની ગયો છે. દરરોજ કોરોના કેસના નવા આંકડા નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન એક જ દિવસમાં ભાજપના ત્રણ ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
2/4
ભૂપેદ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasma) કોરોનાં પોઝીટીવ આવ્યા છે. કેબિનેટ મંત્રી(Cabinet Minister) ને કોરોના થતાં તેમને યુ.એન. મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital)માં સારવાર આપવામાં આવશે.
3/4
વડોદરા શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલે ફેસબુક પર પોસ્ટ કરી માહિતી હતી. તેમણે લખ્યું કે, છેલ્લા ત્રણ ચાર દિવસથી તબિયત નાદુરસ્ત હતી. જે બાદ ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. મનીષાબેન વકીલે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી. મનીષાબેન વકીલ ઘરે ક્વોરન્ટાઈન થયા હતા.
4/4
ભાજપના સંતરામપુરના ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કુબેર ડિંડોર કોરોનાથી સંક્રમિત થયા છે.
Sponsored Links by Taboola