ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં છોતરા કાઢી નાંખશે

Gujarat Rain Alert: હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Forecast: લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

1/6
વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/6
ખાસ કરીને આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
3/6
સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી 48 કલાક બાદ વરસાદનું જોર વધવાની શક્યતા છે.
4/6
હવામાન વિભાગના અનુમાન મુજબ, 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
5/6
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
6/6
નાગરિકોને પણ સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
Sponsored Links by Taboola