Exit Poll 2024
(Source: Matrize)
Rain Alert: આ 4 જિલ્લાના લોકો રહે સાવધાન, આવતીકાલે ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Gujarat Rain: આવતીકાલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ આ આગાહીને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મોન્સુન ટ્રફ, ઑફશોર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
માછીમારોને સુરક્ષાના કારણોસર દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.
આ વર્ષે ચોમાસાની શરૂઆતથી (1 જૂનથી) અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 3% વધુ વરસાદ નોંધાયો છે.