આજનું હવામાનઃ આજે રાજ્યના 5 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
gujarati.abplive.com
Updated at:
06 Jul 2024 10:00 AM (IST)
1
હવામાન વિભાગ અનુસાર સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો પ્રવાસન સ્થળ દીવના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.
3
આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે.
4
આજે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, વાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.
5
સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.