ગુજરાતમાં આવશે વરસાદનો ઘાતક રાઉન્ડઃ 3 દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, 22 જિલ્લમાં એલર્ટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather: ખાસ કરીને 04 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે અને રાજ્યના 22 થી વધુ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગામી વરસાદી રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

1/6
હવામાન વિભાગની નવી આગાહી મુજબ, ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ રહી છે. આગામી 3 દિવસ દરમિયાન, એટલે કે 01 થી 03 સપ્ટેમ્બર સુધી, કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જોકે, 04 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ખૂબ વધશે, અને રાજ્યના 22 થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વરસાદી સિસ્ટમ 06 સપ્ટેમ્બર સુધી સક્રિય રહેશે.
2/6
આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં જ ભારે વરસાદ જોવા મળશે. 01 સપ્ટેમ્બર: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ. 02 સપ્ટેમ્બર: સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ. 03 સપ્ટેમ્બર: મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને વલસાડમાં યલો એલર્ટ, જ્યારે સુરત, તાપી, ડાંગ અને નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ.
3/6
04 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે અને 22 થી વધુ જિલ્લાઓને અસર કરશે. ઓરેન્જ એલર્ટ: અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. યલો એલર્ટ: ગીર સોમનાથ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા.
4/6
રાજ્યભરમાં ભારે વરસાદ (05 સપ્ટેમ્બર): 05 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે. ઓરેન્જ એલર્ટ: રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, નવસારી અને વલસાડ. યલો એલર્ટ: કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ.
5/6
છેલ્લો દિવસ (06 સપ્ટેમ્બર): 06 સપ્ટેમ્બરના રોજ પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં. ઓરેન્જ એલર્ટ: પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, ભરૂચ અને સુરત. યલો એલર્ટ: કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ.
6/6
image 6
Sponsored Links by Taboola