Gujarat Rain: આવતીકાલે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે, જાણો શું છે લેટેસ્ટ આગાહી?

Rain Alert: બનાસકાંઠાથી વલસાડ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાં પડશે.

Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘ મહેર જોવા મળશે. હવામાન વિભાગે આવતીકાલે, ૩ જૂનના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

1/5
ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી બાદ હવે વરસાદી માહોલ જામવાની શક્યતા છે.
2/5
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે, ૩ જૂન, ૨૦૨૫ ના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
3/5
કયા જિલ્લાઓમાં પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી મુજબ, અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવા જિલ્લાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા,પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
4/5
આ ઉપરાંત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ છૂટાછવાયા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં: સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવનો સમાવેશ થાય છે.
5/5
આ આગાહીને પગલે ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
Sponsored Links by Taboola