Gujarat Weather: આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, NDRFની 3 ટીમ તૈનાત!
આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ થવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ભારે વરસાદ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે.
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને, NDRF (National Disaster Response Force) ની 3 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે, દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે.
વરસાડના તિથલ રોડ ચાર રસ્તા વિસ્તારમાં હળવા વરસાદના છંટકાઓ લોકોને રાહત આપી રહ્યા છે. ગરમીનો ટાઢો અનુભવ કરાવી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી સાંજે અચાનક વાદળછાયું વાતાવરણ સાથે જોરદાર વરસાદ શરૂ પડ્યો. ભારે પવનની સાથે શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો.