Rain Alert: આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, મેપમાં જુઓ હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Alert: આ આગાહી મુજબ, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

1/6
આજે, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
2/6
આવતીકાલે પણ ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદ પડવાની સંભાવના છે.
3/6
હાલમાં રાજ્યમાં કન્વેક્ટિવ એક્ટિવિટીને કારણે વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/6
આ પરિસ્થિતિ આગામી દિવસોમાં પણ જળવાઈ રહે તેવી સંભાવના છે.
5/6
અમદાવાદમાં નોંધાયેલ તાપમાન: લઘુતમ તાપમાન: 25.4°C (સામાન્ય કરતાં 4.5°C વધુ) મહત્તમ તાપમાન: 37.4°C (સામાન્ય કરતાં 1.5°C વધુ) નોંધાયું છે.
6/6
24 તારીખે વરસાદનું અનુમાન
Sponsored Links by Taboola