Gujarat Rain: રાજ્યમાં આજે ક્યાં ક્યાં થઈ મેઘમહેર, જાણો વિગત
ગુજરાતમાં ત્રણ દિવસ પછી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ રહેશે. જોકે, 25 થી 26 વરસાદનું જોરનું વધશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App25-26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બે દિવસોમાં ડાંગ, વલસાડ, તાપી, સુરત, નવસારી, દાદાર-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. વ્યારાના પાનવાડી, કપુરા ,પનીયારી સહિતના ગામો તેમજ વ્યારા શહેરમાં વરસાદ છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
સુરતના ઉમરપાડા તાલુકામાં સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો છે. મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. સુરત ગ્રામ્યનો માત્ર એક જ તાલુકો વરસાદમાં બાકી હતો.
હવામાન વિભાગ ની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છે. જિલ્લામાં વઘઈ , આહવા સહિત અનેક વિસ્તારોમાં ગાજ વીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે.
અમદાવાદમાં વરસાદ માટે લોકોએ હજુ રાહ જોવી પડશે.