Gujarat Rains: નવસારીમાં સતત સાતમાં દિવસે વરસાદ, જનજીવન થયું પ્રભાવિત, જુઓ તસવીરો
સતત સાતમા દિવસે નવસારીમાં વરસાદી માહોલ છે. નવસારી, ચીખલી, ગણદેવીમાં વરસાદ પડી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી શહેરમાં સતત પડી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ છે.
શહેરમાં આવેલા પ્રજાપતિ આશ્રમ, મંકોડિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે.
જ્યમાં આજે અમરેલી, ભાવનગર, દાહોદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ મન મૂકીને વરસશે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડે જળબંબકારની સ્થિતિ સર્જી છે. દક્ષિણ ગુજરાતના લગભગ તમામ સાતેય જિલ્લાઓમાં મેઘરાજા સમયાંતરે ધડધબાટી બોલાવતા રહે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. જેના પગલે તંત્રએ વધુ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.
નવસારીમાં સતત સાતમાં દિવસે વરસાદથી અનકે જગ્યાએ પાણી ભરાયા છે.