Unseasonal Rain: યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ, ઠંડીનો ચમકારો વધ્યો
અચાનક જ વાતાવરણમાં ફેરફાર થતા દ્વારકાની બજારોમાં પાણી વરસ્યું હતું. જેના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહશે. તાપમાન યથાવત રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યુ છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે.
આઈએમડી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં અમુક વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. ભેજના કારણે તાપમાન વધશે અને વાતાવરણ વાદળછાયુ રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બેવડી ઋતુનો અનુભવ અને ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ઠંડીમાં વઘઘટ થયા કરશે અને તેમજ ફેબ્રુઆરીમા બે રાઉન્ડ ઠંડીના આવશે તેમ પણ જણાવ્યુ છે.