Gujarat Weather: રાજ્યમાં 5 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં ગરમી ભુક્કા કાઢશે, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 May 2024 04:01 PM (IST)
1
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતમાં પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જણાવી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ ડ્રાય રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આગામી પાંચ દિવસ માટે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે.
3
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. જેમા અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણામાં ઓરેન્જ અલર્ટ આપવામા આવી છે.
4
આ ઉપરાંત અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો અલર્ટની આગાહી આપવામાં આવી છે.
5
23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે. 24મીથી 30 તારીખ સુધીમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે.