Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ થશે: અંબાલાલ પટેલ
ગાંધીનગર: ગુજરાતના હવામાનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 6 જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા છે. ચોમાસાને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંબાલાલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે. આંધી, વંટોળ અને ગાજ વીજ સાથે ચોમાસુ શરૂ થશે.
15મી જૂન આસપાસ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, રાજ્યમાં વરસાદની સાથે ખેતીમાં રોગચાળાની પણ પ્રબળ શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં પવનની ગતિ વધુ રહેશે.
ચોમાસાની શરૂઆતે અતિભારે વરસાદ રહેશે. 10મી જૂનથી ચોમાસુ મુંબઈથી ગુજરાત તરફ આગળ વધશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે, 8મી જુલાઈના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભુ થશે.
હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)