Gujarat Heat: 15 એપ્રિલથી ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Heat: 15 એપ્રિલથી ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની આગાહી

પ્રતિકાત્મક તસવીર

1/6
15 એપ્રિલથી ત્રણ દિવસ ભીષણ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. મંગળવારે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. બુધવારે રાજકોટ સહિત ચાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
2/6
શનિવારે 42.3 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. તો સતત બીજા દિવસે અમદાવાદમાં 40 ડિગ્રીથી નીચે ગરમીનો પારો રહ્યો છે. સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 40.4 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી મહતમ તાપમન નોંધાયું છે.
3/6
હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સના સાયક્લોનિક સરક્યુલેશન અને ટ્રફની સક્રિયતા ઘટતા ગરમીની અસર શરૂ થશે.
4/6
રાજ્યમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે. એપ્રિલ મહિનાના આરંભમાં અંગ દઝડાતી ગરમી જોવા મળી રહી છે. રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયા છે.
5/6
સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
6/6
ગુજરાત અત્યારે આકરા તાપનો સામનો કરી રહ્યું છે, એપ્રિલની શરૂઆતથી જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આકરા તાપની આગાહી કરી છે.
Sponsored Links by Taboola