Gujarat Heatwave: કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી

Gujarat Heatwave: કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી

પ્રતિકાત્મક તસવીર

1/8
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી અને હીટવેવને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલથી 9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરાઈ છે.
2/8
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 4 અને 5 એપ્રિલના રોજ કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
3/8
સૌરાષ્ટ્રમાં પણ ગરમીનો પારો ઉંચકાશે. રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
4/8
બનાસકાંઠા,સાબરકાંઠા,ગાંધીનગર,મહેસાણા,પાટણ,મોરબી,જુનાગઢ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 7 એપ્રિલના રોજ કચ્છ,રાજકોટ,પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
5/8
બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા,પાટણ,જુનાગઢ,મોરબી જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. એપ્રિલ મહિનાની શરુઆત સાથે જ કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે.
6/8
8 એપ્રિલના રોજ કચ્છ ,રાજકોટ, પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. બનાસકાંઠા પાટણ, મહેસાણા,ગાંધીનગર,મોરબી,પોરબંદર જૂનાગઢ યલો એલર્ટ જાહેર કરાયું છે.
7/8
9 એપ્રિલ કચ્છ, રાજકોટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા પાટણ,મહેસાણા,ગાંધીનગર, પોરબંદર,ગાંધીનગર યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
8/8
કચ્છ જિલ્લામાં ઉચ્ચતમ તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે. અમદાવાદ જિલ્લામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉંચકાયો છે.
Sponsored Links by Taboola