Gujarat Heatwave: રાજ્યમાં ત્રણ દિવસ કાળજાળ ગરમીની આગાહી, કચ્છમાં સિવિયર હીટવેવનું એલર્ટ

Gujarat Heatwave: રાજ્યમાં ત્રણ દિવસ કાળજાળ ગરમીની આગાહી, કચ્છમાં સિવિયર હીટવેવનું એલર્ટ

પ્રતિકાત્મક તસવીર

1/6
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે કાળઝાળ ગરમીને લઈ આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં આકરો તાપ સહન કરવો પડશે. કચ્છમાં સિવિયર હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભૂજમાં તાપમાન 45 ડિગ્રીને પાર થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
2/6
બનાસકાંઠા, સાબરકાંઠામાં ગરમીને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ કાળજાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ છે.
3/6
હવામાન વિભાગે કહ્યું કે, પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતાં તાપમાનમાં ઘટાડો થશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્રણ દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેથી તાપમાન ઘટશે.
4/6
ગુજરાત અત્યારે આકરા તાપનો સામનો કરી રહ્યું છે, એપ્રિલની શરૂઆતથી જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આકરા તાપની આગાહી કરી છે.
5/6
રાજ્યમાં પ્રચંડ ગરમીમાં સોમવારે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યુ છે, 44.2 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યુ છે, જ્યારે સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના શહેરોમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીથી ઉપર રહ્યો હતો.
6/6
લેટેસ્ટ અપડેટ પ્રમાણે, આજે પણ કચ્છમાં આકાશમાંથી અગનવર્ષા વરસવાની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, મોરબી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
Sponsored Links by Taboola