Gujarat: ગુજરાતમાં કાળઝાળ ગરમી ભુક્કા બોલાવશે, જાણો શું છે આગાહી
Gujarat: ગુજરાતમાં કાળઝાળ ગરમી ભુક્કા બોલાવશે, જાણો શું છે આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/6
અમદાવાદ: ગુજરાતમાં માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે માર્ચ મહિનો પુરો થવાના આરે છે અને એપ્રિલ મહિનાની શરૂઆત થવાની તૈયારી છે. હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી છે.
2/6
હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉપર જઇ શકે છે. અનેક શહેરોમાં તાપમાનમાં ફેરફાર જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની અસર જોવા મળશે.
3/6
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો સતત વધી શકે છે. રાજ્યમાં મહતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો હવામાન વિભાગે આગાહી કરી છે. મહતમ તાપમાનમાં વધારો થતા ગરમી જોર પકડશે.
4/6
રાજકોટ અને ભૂજમાં મહતમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. શનિવારે સાત શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.
5/6
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 125 વર્ષમાં ફેબ્રુઆરીમાં આટલી ભારે ગરમી કયારેય જોવા મળી નથી. તાજેતરના વર્ષોમાં, ગરમીના મોજા ફક્ત વહેલા જ નથી આવી રહ્યા, પરંતુ તેમની તીવ્રતા પણ વધી રહી છે.
6/6
અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે.
Published at : 24 Mar 2025 02:24 PM (IST)