આ ગરમી મારી નાંખશે! 46 ડિગ્રીએ ગુજરાત બન્યું અગનભઠ્ઠી, ગુજરાતના છ શહેરોમાં પારો 45 ડિગ્રીને પાર
અમદાવાદમાં ગઈકાલે સીઝનની હાઈએસ્ટ ૪૫.૯ ડિગ્રી ગરમી નોંધાઈ છે અને અમદાવાદ હિટવેવનું પ્રમાણ સતત વધી રહ્યુ છે.અમદાવાદમાં ૪૬ ડિગ્રી કહી શકાય તેટલી અતિ અતિશય ગરમીથી લોકો માટે રોજિંદી કામગીરી હવે ખૂબ જ મુશ્કેલી બની રહી છે. બપોરના સમયે લોકો હવે કામ સીવાય ઘરની બહાર નીકળતા જ નથી અને માર્ગો પર કર્ફ્યુ જેવો માહોલ દેખાઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં છેલ્લા દસ વર્ષની ગરમીની વાત કરીએ તો છેલ્લે ૨૦૧૬માં ૨૦મીમેએ હાઈએસ્ટ ૪૮ ડિગ્રી ગરમી નોંધાઈ હતી તેમજ ૨૦૨૨માં ૧૧મીએ ૪૫.૯૮ડિગ્રી ગરમી નોંધાઈ હતી અને જે પછી આજનું સૌથી વધુ મહત્તમ તાપમાન ૪૫.૯ નોંધાયુ છે.
ગઈકાલે હિંમતનગરમાં ૪૬.૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ. જ્યારે કંડલામાં પણ ૪૬.૧ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ગુજરાતના ૬ શહેરોમાં ૪૫થી વધુ તાપમાન નોંધાયુ છે અને ગુજરાતના ૧૮ શહેરોમાં ૪૦થી વધુ ડિગ્રી ગરમી નોંધાઈ છે.
આ ઉપરાંત ૧૩ શહેરોમાં ૪૩થી વધુ મહત્તમ તાપમાન નોંધાયુ છે. ગુજરાતના ૧૨થી વધુ શહેરોમાં હિટવેવની અસર છે.
આ ઉનાળામાં તો દિવસે તો ઠીક પરંતુ રાત્રે પણ ગરમ પવનો સાથે ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હાલ રાત્રે પણ ગરમ પવનોને લીધે લોકો છત કે અગાસી પર સુવાની ટાળી રહ્યા છે અને સવારના ૯ વાગ્યાથી અસહ્ય ગરમી શરૂ થઈ જતા લોકોએ ઘરમી રહેવા માટે આખો દિવસ એસી પંખા કુલર ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ છે.